અમરેલીની શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ઇન્વિન્સીવલ એન.જી.ઓ.ના સહયોગથી ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં એસ. જી. પરમાર, એ.એસ.આઈ., એસ.ઓ.જી. વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પેઇનના ઓપરેશન હેડ જયપાલસિંહ ભટ્ટી તેમજ ફેનિલભાઈ ખણેસા, જયમીનભાઈ ગોસ્વામી અને નિર્મલભાઈ ગોસ્વામી હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રા. જે. એમ. તળાવિયાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જયપાલસિંહ ભટ્ટીએ વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણથી થતા નુકસાન અંગે માર્ગદર્શન આપીને વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી. વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન જીવવાનો શપથ પણ લેવડાવવામાં આવ્યો હતો. અંતે પ્રા. જે. એમ. તળાવિયાએ આભાર વ્યક્ત કર્યો હતો.






































