સાવરકુંડલાની એક ૧૮ વર્ષીય યુવતી ભૂલથી ‘મોનોક્રોટોફોસ’ નામનું ઝેરી જંતુનાશક પી જતાં ગંભીર હાલતમાં અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી.
દર્દીની નાજુક સ્થિતિને જોઈ તબીબોએ સમય બગાડ્યા વિના તેને તાત્કાલિક ICUમાં વેન્ટિલેટર પર રાખી જરૂરી ઇમરજન્સી સારવાર શરૂ કરી હતી.હોસ્પિટલની ICU ટીમ અને નર્સિંગ સ્ટાફની પાંચ દિવસની સતત મહેનત અને સચોટ મેડિકલ મેનેજમેન્ટના કારણે દર્દી સ્વસ્થ થતાં તેને વેન્ટિલેટર પરથી હટાવી જનરલ વોર્ડમાં ખસેડવામાં આવી છે. આ સફળ સારવાર ડા. વિજય વાળા, ડા. યશ વિરડીયા અને તેમની ટીમે કરી હતી. હોસ્પિટલ દ્વારા આ સંપૂર્ણ
સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવતા દર્દીના પરિવારે શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.






































