રાજ્યકક્ષાની મીની હેન્ડબોલ સ્ટેટ ટુર્નામેન્ટ અંડર-૧૨ ભાઈઓની સ્પર્ધાનું આયોજન ૨-૩ જૂનના રોજ સાપુતારા,ડાંગ ખાતે કરવામાં આવ્યું હતું. રાજ્યના અલગ-અલગ જિલ્લાની શ્રેષ્ઠ શાળાકીય હેન્ડબોલ ટીમોએ તેમાં ભાગ લીધો હતો. જેમાં ગજેરા કેમ્પસ–વિદ્યાસભાના DLSS ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કટોકટીના મુકાબલા વચ્ચે ગજેરા કેમ્પસ વિદ્યાસભાનાની ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીનો સફર સફળ બનાવીને સુવર્ણ પદક મેળવી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જેમાં આ સંસ્થાના સાંકળિયા મીત, ખંડાલ વ્રજ , બાંભણિયા રાજવીર, જળું કાર્તિક, સાંગાણી દેવમ,વાઘેલા રાકેશ, ઝાપડિયા યુગ, તાવિયા કુલદીપ, દુમાડિયા મીત, જોગરાણા નેહીલ, સોલંકી હાર્દિક, ખાવડીયા રોહિતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ટીમ, કોચ રવિભાઈ નાવડિયા અને ટ્રેનર કમલેશભાઈ ભાલીયા, ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા.







































