રાષ્ટ્રીય ડોક્ટર ડે નિમિત્તે બ્રહ્માકુમારીઝ અમરેલી સેવા કેન્દ્ર દ્વારા અમરેલી અને જેસીંગપરામાં હોસ્પિટલ ચલાવતા અંદાજે ૩૦ ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારી કિંજલબેન તથા ખુશીબેન દ્વારા તમામ ડોક્ટરોને ચંદનનું તિલક કરી, ખુશીનો ખેસ પહેરાવી, તેમજ પરમાત્માનો પ્રસાદ અને જ્ઞાનનો સંદેશ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ડા. ચિરાગ-ઉપાસના કુબાવત, ડા. વિરલ મીના ગોયાણી, ડા. અંકિત દેવકી મોગા, ડા. રાજેશ અને બિનલ પરવાડિયા, ડા. ઉપાધ્યાય, ડા. પ્રજાપતિ, ડા. જૂહી ઠાકર સહિતના અનેક તબીબો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ડોક્ટરોને ‘દવા, દુઆ અને દયા’નો જીવનમૂલ્યસભર સંદેશો આપવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા જણાવાયું હતું કે મેડિટેશન એ સર્વશ્રેષ્ઠ મેડિસિન છે.






































