ધોરાજીમાં એક જાણીતી તમાકુ અને પાન મસાલાના ઉત્પાદન કરતી કંપનીના નામે ડુપ્લીકેટ તમાકુ અને પાન મસાલા બનાવતા હોવાની બાતમીના આધારે ધોરાજી પોલીસે દરોડો પાડી ૧,૩૬,૦૦૦ના મુદામાલ અને મશીનરી સાથે એક ઈસમ ને ઝડપી પાડ્‌યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તમાકુ અને પાન મસાલાની જાણીતી કંપની ના નામે ડુપ્લીકેટ તમાકુ અને પાન મસાલા તેમજ કંપનીના બનાવટી પાઉચમાં પેકિંગ કરી વેચાણ કરતા ધોરાજીના સદામ રઝાકભાઇ રાગરી જાતે મેમણ, રહે. દાણાવાલા ચોક, સીટી પ્લાઝા વાળાને પોલીસે ઝડપી પાડ્યો હતો.