ધારી નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ જયદીપભાઈ બસીયાનું સન્માન અને ત્રણ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં સમસ્ત કોળી સમાજ દ્વારા જયદીપભાઈ બસીયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. કર્મચારી પંકજભાઈ ચંપકલાલ ઠાકર, ભીખુભાઈ વીરજીભાઈ માઢક તેમજ ૩૦ જૂને નિવૃત્ત થયેલા અન્ય કર્મચારીને શ્રીફળ અને શાલ અર્પણ કરી તેમની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવવામાં આવી હતી.