અમરેલી વિસ્તારમાં શ્રી રામ ધુન મંડળ દ્વારા હનુમાનજી મહારાજની નાની-નાની ડેરીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સેવાભાવી કાર્યકરોએ ડેરીઓની સફાઈ કરી, સિંદૂર અર્પણ કર્યું, ધજા ચડાવી તેમજ દીવા અને અગરબત્તી પ્રગટાવી પૂજન કર્યું. દાદાને પ્રસાદ અર્પણ કરીને હનુમાન ચાલીસાના પાઠ સાથે આઠ ડેરીઓમાં સેવા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. આગામી દિવસોમાં વધુ અપુજ ડેરીઓમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહેશે. આ કાર્યમાં જીજ્ઞેશ જોષી, શરદ દેવમુરારી, વિવેક ત્રિવેદી,જયદીપ માધવાણી, આશિષ મકવાણા, નયન પાથર સહિતના હાજર રહ્યાં હતા.