અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં શહેરના તમામ ખાડાઓ અને રોડ સેટલમેન્ટની સમસ્યાનો ઉકેલ લાવવાના કરાયેલા દાવાઓ હવે સામાન્ય વરસાદમાં જ ખોટા સાબિત થતા જાવા મળી રહ્યા છે. શહેરમાં પડેલા સામાન્ય વરસાદી ઝાપટાં બાદ અનેક જગ્યાએ રસ્તાઓ પોલા પડી જતાં અને માટી બેસી જતાં પ્રી-મોન્સૂન કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.
એએમસી દ્વારા થોડા દિવસો પહેલાં શહેરના તમામ ખાડાઓ ૭ દિવસની અંદર પૂરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. જાકે વાસ્તવિક સ્થિતિ એ છે કે અનેક વિસ્તારોમાં હજુ પણ કામગીરી પૂર્ણ થઈ નથી. સ્ટેÂન્ડંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સ્વીકાર્યું છે કે શહેરમાં ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનના કામને કારણે કુલ ૧૪૪ જગ્યાઓ પર સેટલમેન્ટની સમસ્યા હતી, જેમાંથી ૪૨ સ્થળોએ હજુ પણ કામગીરી ચાલુ છે.
ચેરમેનના જણાવ્યા અનુસાર બાકી રહેલી જગ્યાઓ પર સુરક્ષા માટે બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. તેમ છતાં, ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં જ કામ અધૂરું રહેતા લોકોમાં અસંતોષ જાવા મળી રહ્યો છે.
એએમસીના જણાવ્યા પ્રમાણે શહેરમાં બ્રેકડાઉન અને લાઇન લીકેજ જેવી સમસ્યાઓને કારણે ૧૬ સ્થળોએ મોટા પાયે સમારકામનું કામ ચાલી રહ્યું હતું. જેમાંથી ૧૪ સ્થળોએ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું તંત્ર દાવો કરી રહ્યું છે. જાકે ગોતા વિસ્તારમાં હજુ પણ બે મહત્વપૂર્ણ સ્થળોએ કામ ચાલુ છે. આ પૈકી એક સ્થળે ૨૩ જૂન સુધી અને બીજા સ્થળે ૩૦ જૂન સુધી કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
શહેરમાં સામાન્ય વરસાદ પડતાં જ રસ્તાઓની હાલત ખરાબ થવા લાગી છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પોલા પડી જતા અકસ્માતની ભીતિ પણ વધી છે.
દર વર્ષે કરોડો રૂપિયાની પ્રી-મોન્સૂન કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવે છે, છતાં ચોમાસાની શરૂઆત પહેલાં જ રસ્તાઓની સ્થિતિ ચિંતાજનક બનતી હોવાના કારણે તંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે જા સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ સર્જાઈ છે, તો ભારે વરસાદ દરમિયાન શહેરના રસ્તાઓની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
હાલ નાગરિકો તંત્ર પાસેથી ઝડપી અને ગુણવત્તાયુક્ત કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે જેથી ચોમાસા દરમિયાન કોઈ મોટી મુશ્કેલી કે અકસ્માતની સ્થિતિ સર્જાય નહીં.