લીલીયા તાલુકાના કૂતાણા ગામે જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજની ઉપસ્થિતિમાં જન કલ્યાણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાનો અને વધુમાં વધુ લોકોને તેનો લાભ અપાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર એચ.બી. વાડા, તાલુકા વિકાસ અધિકારી વી.એન. ગોહિલ, પીજીવીસીએલના નાયબ ઇજનેર સી.કે. દેવમુરારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનોએ શિબિરમાં હાજરી આપી હતી.









































