યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયા પછી વૈશ્વીક બજારોમાં ઉછાળો જાવા મળી રહ્યો છે. આ સંદર્ભમાં, સ્થાનિક શેરબજાર સતત ત્રીજા દિવસે લીલા રંગમાં બંધ થયું. અઠવાડિયાના બીજા દિવસે,આઇટી શેરોમાં નોંધપાત્ર વધારો જાવા મળ્યો.
મંગળવારે,બીએસઇ સેન્સેક્સ ૫૪૪.૧૫ પોઈન્ટ (૦.૭૧%) વધીને ૭૬,૮૦૮.૪૮ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૩૫.૨૫ પોઈન્ટ (૦.૫૭%) વધીને ૨૩,૯૮૯.૧૫ પર બંધ થયો. નોંધનીય છે કે સોમવારે બજાર આશરે ૧ ટકાના વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ગયા સપ્તાહના શુક્રવારે, બજાર ૨ ટકાથી વધુના વધારા સાથે બંધ થયું હતું.
આજે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૧ કંપનીઓના શેર લીલા રંગમાં વધારા સાથે બંધ થયા, જ્યારે બાકીની ૯ કંપનીઓના શેર લાલ રંગમાં નુકસાન સાથે બંધ થયા. બીજી તરફ, નિફ્ટી ૫૦ કંપનીઓમાંથી ૩૦ કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા, જ્યારે બાકીની ૨૦ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, આઇટી કંપની એચસીએલ ટેકના શેર આજે સૌથી વધુ ૩.૫૯ ટકાના વધારા સાથે બંધ થયા. દરમિયાન, એરલાઇન કંપની ઇન્ડીગોના શેર આજે સૌથી વધુ ૦.૮૬ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સેન્સેક્સ શેરોમાં, બજાજ ફિનસર્વ ૨.૧૩ ટકા,એનટીપીસી ૨.૧૦ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૨.૧૦ ટકા,ટીસીએસ ૧.૭૨ ટકા, બજાજ ફાઇનાન્સ ૧.૭૨ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૫૯ ટકા, ટેક મહિન્દ્રા ૧.૪૫ ટકા,આઇટીસી ૧.૩૨ ટકા, ટાઇટન ૧.૨૦ ટકા, એચડીએફસી બેંક ૦.૯૬ ટકા, ભારતી એરટેલ ૦.૯૩ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૮૮ ટકા, ઇન્ફોસિસ ૦.૭૧ ટકા, ઇટરનલ ૦.૭૧ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૦.૬૦ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૫૪ ટકા, એલએન્ડટી ૦.૩૪ ટકા, એશિયન પેઇન્ટ્સ ૦.૩૦ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૦૯ ટકા અને પાવર ગ્રીડ ૦.૦૨ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ૦.૮૨ ટકા, મારુતિ સુઝુકીના શેર ૦.૮૧ ટકા, ટાટા સ્ટીલના શેર ૦.૭૧ ટકા,બીઇએલના શેર ૦.૫૧ ટકા,એસબીઆઇના શેર ૦.૪૯ ટકા, સન ફાર્માના શેર ૦.૩૨ ટકા, એÂક્સસ બેંકના શેર ૦.૧૯ ટકા અને ટ્રેન્ટના શેર ૦.૧૭ ટકા ઘટીને બંધ થયા.










































