પીપાવાવના APM ટર્મિનલે પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ૨૦૨૫માં વૈશ્વિક સ્તરે ૨૮મું સ્થાન મેળવીને ભારતનું સૌથી ઉચ્ચ સ્થાન ધરાવતું ખાનગી કન્ટેઈનર પોર્ટ અને દેશનું બીજું સૌથી ઉચ્ચ ક્રમાંક ધરાવતું કન્ટેઈનર પોર્ટ બન્યું છે. આ પોર્ટે ૯૨.૬નો CPPI સ્કોર હાંસલ કર્યો છે જે તેની મજબૂત કામગીરી, જહાજોની ઝડપી અવરજવર, સર્વિસની વિશ્વસનીયતા, ગ્રાહકો તેમજ સપ્લાય ચેઈનને શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરવા પરના તેના સતત ફોકસને દર્શાવે છે. વર્લ્ડ બેંક અને એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સ દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવતો CPPI જહાજો દ્વારા પોર્ટ પર વિતાવેલ સમય તથા એકંદર ઓપરેશનલ કાર્યક્ષમતાના આધારે કન્ટેનર પોર્ટની કામગીરી માપવા માટે વૈશ્વિક સ્તરે અગ્રણી બેન્ચમાર્ક પૈકીનો એક માનવામાં આવે છે. આ રેન્કિંગ પીપવાવની સતત સુધારાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. છેલ્લા છ વર્ષમાં આ પોર્ટે પોતાના CPPI સ્કોરમાં સુધારો કરી તેને વર્ષ ૨૦૨૦ના ૭૮ થી વધારી વર્ષ ૨૦૨૫માં ૯૨.૬ કર્યો છે.