વડાપ્રધાન મોદીના કેન્દ્રમાં ૧૨ વર્ષના સુશાસન પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન હેઠળ વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં જિલ્લાના વિકાસકાર્યો અને મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લેવામાં આવશે. યાત્રા દરમિયાન ભૂરખિયા હનુમાન, કલાપી મ્યુઝિયમ, એપીએમસી અમરેલી, અટલ સરોવર સાવરકુંડલા, મારુતિધામ તળાવ રાજુલા, વાદળિયા એમ.આઈ.એસ. ખાંભા, ધારી ખોડિયાર મંદિર, આંબરડી સફારી પાર્ક, અમરેલી રાજમહેલ અને ટાવર સહિતના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યાત્રામાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાશે. બીજા તબક્કામાં સંતો, પ્રબધ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓને પણ જોડવામાં આવશે. યાત્રાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.










































