બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધરપડા ગ્રામ પંચાયત સાથે જાડાયેલા લાંચકાંડમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી સરપંચના પતિને રૂ.૧.૧૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદીને ધરપડા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી માટીની જરૂરિયાત હોવાથી તેમણે માટી ઉપાડવાની મંજૂરી માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો. પંચાયતે આ મામલે સિંચાઈ વિભાગને જરૂરી ઠરાવ કરીને અરજી પણ કરી હતી.
આ દરમિયાન ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકીએ ફરિયાદીને ગામના તળાવમાંથી માટી ખોદકામ કરવાની મંજૂરી અપાવવા બદલ રૂ.૧,૧૦,૦૦૦ની ગેરકાયદે લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે બનાસકાંઠા ઓસીબી કચેરીનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે છઝ્રમ્ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ૯ જૂન, ૨૦૨૬ના રોજ જૂના ડીસા ખાતે ઢુવા ચોકડી નજીક જાહેર માર્ગ પર ગોઠવાયેલા છટકામાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ રૂ.૧,૧૦,૦૦૦ની લાંચની રકમ સ્વીકારી હતી. તે દરમિયાન છઝ્રમ્ની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.
ઓસીબી દ્વારા લાંચની સંપૂર્ણ રકમ રૂ.૧,૧૦,૦૦૦ કબજે લેવામાં આવી છે. સમગ્ર મામલે આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.