બગસરા ડેપોની બસમાં ટ્રાફિક જાણવવા માટે રીર્ઝવેશન કર્મચારીઓ અન્ય ડેપોની બસમાં ટિકીટ બુક ન કરતા હોવાનું જાણવા મળતા એસ.ટી.વિભાગમાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતે ડેપો મેનેજરે સુચના આપી હોવા છતાં કર્મચારીઓ મનમાની કરી અન્ય ડેપોમાં ટિકીટ બુક કરતા ન હોવાની મુસાફરો ફરિયાદ કરી રહ્યાં છે. બગસરા ડેપો દ્વારા બપોરે રઃ૪પની ફતેપુરા બસ ઉપડે છે. જો કે છેલ્લાં ૧પ વર્ષ કરતા વધારે સમયથી ચાલતી ધારી-ફતેપુરા બસમાં બગસરા ડેપોની બસમાં ટ્રાફિક મળે તે માટે રીર્ઝવેશન કર્મચારી અન્ય બસમાં ટિકીટ જ બુક કરતા ન હોવાને લીધે આ બસ છેલ્લાં ખાલી દોડતી હતી તો વિસાવદર-ફતેપુરા બસમાં પણ મુસાફરો ટિકીટ માંગે તો આપવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યુ છે. આ બાબતે ડેપો મેનેજરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતુ. આમ છતાં રીર્ઝવેશન કર્મચારી બગસરા ડેપોની બસમાં ટ્રાફિક થાય તે માટે અન્ય બસનું રીર્ઝવેશન કરતા નથી. જા આ રીતે કર્મચારીઓ મનમાની કરતા રહેશે તો આવનારા સમયમાં અન્ય ડેપોની બસની સુવિધા ઝુંટવાઈ જાય તેવી મુસાફરોને ચિંતા સતાવી રહી છે. કારણ કે ધારી-ફતેપુરા બસમાં રીર્ઝવેશન કરવામાં આવતુ ન હોવાને કારણે આ જ બસ બંધ થઈ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. આ બાબતે વિભાગીય નિયામક યોગ્ય તપાસ કરે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી મુસાફરોમાંથી માંગ ઉઠવા પામી છે.








































