અમરેલી પોલીસ દ્વારા  અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઇસમો વિરુધ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અમરેલી એલ.સી.બી. દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા બે ઇસમો વિરુધ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજે આ દરખાસ્ત મંજૂર રાખતા બંને ગુનેગારોને પાસા વોરંટ બજવી અલગ-અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
પકડાયેલા ઇસમોમાં અમરેલીના જેસીંગપરામાં રહેતા હમીર ઉર્ફે સમીર ધનાભાઇ પરમાર (ઉં.વ. ૨૩)ને પાલનપુર જિલ્લા જેલ અને સંજય ધનાભાઇ પરમાર (ઉં.વ. ૨૭)ને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. એલ.સી.બી. ટીમના મહિલા હેડ કોન્સ્ટેબલ દયાબેન જસાણી અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ સીસારાએ આ સફળ કામગીરી પાર પાડી હતી.