રાજુલાના હિંડોરણા ગામે પોલીસ ફરિયાદના મનદુઃખમાં જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ મોબાઈલ ડિસ્પ્લે તોડી નાંખી હતી. જે મુજબ પ્રતાપભાઇ દેગણભાઇ ભીલ (ઉ.વ.૨૪)એ સુખાભાઇ ટીડાભાઇ પટાટ, મુળુભાઇ ભગાભાઇ પટાટ, વિજયભાઇ ભાણભાઇ પટાટ તથા પ્રતાપભાઇ મુળુભાઇ પટાટ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ કામે આજથી આશરે એક વર્ષ પહેલા તેના પિતા દેગણભાઇ હાદાભાઇ ભીલને રસ્તા બાબતે સુખાભાઇ સાથે માથાકુટ થઈ હતી. જે બાબતે રાજુલા પોલીસ સ્ટેશનમાં તેના પિતાની વિરૂધ્ધમાં ફરિયાદ કરી હતી. આ બાબતનુ મનદુઃખ રાખી તેઓ તેમના ઘરેથી હિંડોરણા ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર ખોડીયાર સ્પેર પાર્ટની દુકાન પાસે પહોચતા આરોપીઓ એવી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ સાથળના ભાગે પાંચથી છ લોખંડના પાઈપના ઘા મારી તેના ખિસ્સામાં રહેલા મોબાઈલની ડિસ્પ્લે તોડી નાંખી હતી.તેમજ ગળાના ભાગે પકડી જાનથી મારી નાખવાની ઘમકી આપીને શરીરે જેમફાવે તેમ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો.









































