અમરેલીના બ્રહ્માકુમારી દિવ્ય અનુભૂતિ ભવન ખાતે ૫ જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આરએફઓ વાળાભાઇ અને કેન્દ્ર સંચાલિકા બ્ર. કુ ગીતાદીદીએ પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટેની જાગૃતિ માટે ઉપસ્થિતોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ ઉપરાંત સંસ્થાના ૯૦ વર્ષ પૂર્ણ થતાં વિવિધ ૯૦ રોપાનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. ગોડલી ગાર્ડન ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.







































