રાજુલામાં તાજેતરમાં કરોડોના રૂપિયાના ખર્ચે નિર્મિત અને પૂજ્ય મોરારીબાપુના હસ્તે લોકાર્પિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ત્રણ તાલુકા માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. લોકાર્પણ સમયે આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ હોસ્પિટલ રાજુલા, ખાંભા અને જાફરાબાદ – ત્રણેય તાલુકાના દર્દીઓ માટે નવી આશાનું કેન્દ્ર બની છે. આજે પરમ પૂજ્ય મોરારીબાપુએ કોઈને જાણ કર્યા વિના મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની ઓચિંતી મુલાકાત લીધી. બાપુએ વોર્ડમાં દર્દીઓના બેડ પાસે ઊભા રહીને સૌના ખબર-અંતર પૂછ્યા અને તેમના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરી હતી. કર્મચારીઓને પણ બાપુ મળ્યા અને તેમની સેવાભાવી કામગીરીને બિરદાવી હતી.