અમરેલી જિલ્લાના રોજગાર ઈચ્છુક યુવાનો માટે આગામી ૫ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે બહુમાળી ભવન સ્થિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે એક ભવ્ય ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં અગ્રગણ્ય એકમો દ્વારા વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ અને ૧૨ પાસથી લઈને સ્નાતક, કમ્પ્યુટર જ્ઞાન ધરાવતા ઉમેદવારો તેમજ સેલ્સ ઓફિસર, ડિપ્લોમા ટેક્નિશિયન, બી.એસ.સી, મશીન ઓપરેટર અને બી.ફાર્મ જેવી વિશેષ લાયકાત ધરાવતા યુવાનો માટે સોનેરી તક છે. ઉત્સાહી ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક દસ્તાવેજો અને ઓળખપત્ર સાથે અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે ઓનલાઈન નોંધણી કરાવીને લોગિન કરવું ફરજિયાત છે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ ઉમેદવારો જોબફેરમાં ભાગ લઈ શકશે, તેમજ વધુ વિગતો માટે કચેરી સમય દરમિયાન અમરેલી રોજગાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.






































