ધારીના વીરપુર ગામે ખેડૂતના ઘરમાં ત્રાટકેલા ચોર ઈસમો સોનાના ઘરેણાં અને રોકડ રકમની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે અતુલભાઇ ધીરૂભાઇ ચોડવડીયા (ઉ.વ.૪૦)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, કોઇ અજાણ્યા ચોર ઇસમે વીરપુર ગામે તેમના રહેણાંક મકાનની ડેલીની દિવાલ ટપીને ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. જે બાદ મકાનના રૂમનો દરવાજો ખોલી, તેમની કપડાં રાખવાની સુટકેસમાંથી આશરે રૂ. ૨૦,૦૦૦ની રોકડ, તેમજ સાહેદના ઘરેથી રૂ. ૬,૦૦૦ની રોકડ, સોનાની બુટીનું પાન, સોનાની વીંટી તથા અન્ય રૂ. ૩૫,૦૦૦ની રોકડ મળી કુલ મુદામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન. બી. માઢક આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.