ભારત અને વિયેતનામ વચ્ચે બ્રહ્મોસ મિસાઇલ સોદો ફાઇનલ થઈ ગયો છે. સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિયેતનામ સાથે બ્રહ્મોસ મિસાઇલ સોદો થઈ ગયો છે, જ્યારે ઇન્ડોનેશિયા સાથે સમાન કરાર તેના અંતિમ તબક્કામાં છે. “શાંગરી-લા ડાયલોગ” માં ભાગ લેવા માટે સિંગાપોરમાં રહેલા રાજેશ કુમાર સિંહે ભારતીય મિસાઇલ સિસ્ટમના સંભવિત ખરીદદારો અંગેના પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “મારી માહિતી મુજબ, ઇન્ડોનેશિયા અને વિયેતનામ બંને સાથે કરાર અંતિમ તબક્કામાં છે. હકીકતમાં, વિયેતનામ સાથે કરાર પહેલાથી જ થઈ ચૂક્યો છે; જાકે તેની જાહેરમાં જાહેરાત કરવામાં આવી નથી, તેના પર હસ્તાક્ષર થઈ ગયા છે.”
ફિલિપાઇન્સે ૨૦૨૨ માં આશરે યુએસ૩૭૫ મિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ખરીદનાર પ્રથમ દેશ હતો. ઇન્ડોનેશિયાએ માર્ચમાં જાહેરાત કરી હતી કે તેણે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મહિનાની શરૂઆતમાં, એવા અહેવાલો આવ્યા હતા કે વિયેતનામ ભારત સાથે બ્રહ્મોસ મિસાઇલ કરાર પર હસ્તાક્ષર કરવાની નજીક છે, પરંતુ શનિવારે રાજેશ સિંહની ટિપ્પણીઓ આ બાબતે પ્રથમ સત્તાવાર જાહેર જાહેરાત હતી. જા કે, વિયેતનામ અને ઇન્ડોનેશિયા સાથેના કરારોની રકમ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.
અદ્યતન સંરક્ષણ ટેકનોલોજી શેર કરવાના વ્યાપક મુદ્દાનો ઉલ્લેખ કરતા, રાજેશ કુમાર સિંહે કહ્યું કે દેશો સામાન્ય રીતે એવા દેશોને અત્યાધુનિક શસત્ર પ્રણાલીઓ વેચે છે જેમને તેઓ મૈત્રીપૂર્ણ ભાગીદાર માને છે. “દેખીતી રીતે, તમે જેના પર વિશ્વાસ કરો છો તેમની સાથે ટેકનોલોજી શેર કરો છો,” તેમણે કહ્યું. સંરક્ષણ સચિવે કહ્યું, “ભારત આસિયાન દેશો પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવે છે અને અમે તમને બધાને ‘મૈત્રીપૂર્ણ વિદેશી દેશો’ માનીએ છીએ જેમની સાથે અમે અદ્યતન સંરક્ષણ ટેકનોલોજી શેર કરી શકીએ છીએ.” દક્ષિણપૂર્વ એશિયન રાષ્ટ્રોના સંગઠનમાં ૧૧ સભ્ય દેશોનો સમાવેશ થાય છે, જેમાં બ્રુનેઈ દારુસલામ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, તિમોર-લેસ્ટે અને વિયેતનામનો સમાવેશ થાય છે.