ઉના તાલુકાના સોનેરી અને કેસરિયા ગામ વચ્ચેના માર્ગ પર બપોરે એક છકડો રિક્ષા પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર અચાનક કૂતરું આડું પડતાં રિક્ષાચાલક રમેશભાઈ હરસુખભાઈએ વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ ઘટના સમયે રિક્ષામાં સવાર સોનેરી ગામના રાણીબેન ચૌહાણ અને તેમની પૌત્રી માન્યતાબેન સોલંકી સહિત ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.અકસ્માતમાં રાણીબેન અને રિક્ષાચાલક રમેશભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે માન્યતાબેનને સામાન્ય ઈજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.