ઉના તાલુકાના ખાપટ અને વડવિયાળા વચ્ચે લીલીફુઇના નાળા પાસે આવેલા વન વિભાગના વિસ્તરણ ફોરેસ્ટ વિસ્તારમાં સાંજના સમયે અચાનક આગ લાગી હતી. આ આગને કાબૂમાં લેવા માટે ઉના નગરપાલિકાની ફાયર ટીમ અને સ્થાનિક ગ્રામજનોએ કલાકો સુધી જહેમત ઉઠાવી હતી.આ વિસ્તાર સિંહની અવરજવર માટે જાણીતો છે. અગમ્ય કારણોસર લાગેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.









































