બુધવારના રોજ સાંજે ૧૯ઃ૧૦ કલાકે અમરેલી ફાયર કંટ્રોલરૂમને એક ટેલિફોનિક માહિતી મળી હતી કે અમરેલી તાલુકાના માળીલા ગામમાં આવેલા મનુભાઈ કામળિયાની વાડીમાં રાખેલા સાઠીઓના ભુક્કામાં અચાનક ભીષણ આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસર એચ. સી. ગઢવીની આગેવાની હેઠળ ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગની ગંભીરતા અને ઉગ્રતાને જોતા તાકીદે વધુ બે ફાયર ફાઈટર વાહનો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ફાયર સ્ટાફે સતત ત્રણ કલાક સુધી પાણીનો ભારે મારો ચલાવીને મહામહેનતે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકશાન થવા પામેલ નથી જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.આ સફળ કામગીરીમાં અમરેલીના ફાયર ફાયર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી આગને કાબુમાં
લીધી હતી.









































