લીલીયા પંથકમાંથી પોલીસે ૫ જુગારીઓને ઝડપી પાડ્‌યા હતા. ડાંગ ઈંગોરાળા ગામના યુસુફભાઇ ફલજીભાઇ કુરેશી, શીવરામભાઇ ગણપતભાઇ દુધરેજીયા, ગોબરભાઇ અરજણભાઇ ચૌહાણ, અલારખભાઇ પીરૂભાઇ કુરેશી તથા બવાડા ગામના ઘનશ્યામભાઇ બચુભાઇ રાઠોડ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૧,૨૪૦ સાથે ઝડપાયા હતા. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. કે. ઘાંઘળ વધુ તપાસ કરી રહ્યા છે.