ગુજરાતના એક પ્રતિષ્ઠિત રમત સંગઠનમાં લાંબા સમયથી ચાલતી આંતરિક ગતિવિધિઓ હવે કાયદાના સકંજામાં આવી ગઈ છે. સત્તા અને વગનો દુરુપયોગ કરીને ચોક્કસ જૂથ શાસન ચલાવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે ન્યાયતંત્રએ આકરું વલણ અપનાવીને એક વિશેષ કમિટીની જાહેરાત કરી છે. આ હલચલથી રમત જગતના કાયદાકીય વર્તુળોમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
સૌરાષ્ટÙ ક્રિકેટ એસોસિએશનમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમકોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં ક્રિકેટ એસોસિએશન પોતાની મનમાની ચલાવી રહ્યું હોવાના આરોપ થયા છે. આ અણધારી મનમાનીના કારણે રમત સંસ્થા સાથે જાડાયેલા અન્ય સભ્યોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. નિયમોનું ઉલ્લંઘન થતાં આ મામલો હવે કાયદાકીય રીતે વધુ ગંભીર બન્યો છે.
આ સમગ્ર વિવાદ પાછળ એસોસિએશનમાં ચાલતો પરિવારવાદ મુખ્ય કારણ છે. સંસ્થામાં એક જ પરિવારના સભ્યો વર્ષોથી પ્રભુત્વ ભોગવી રહ્યો હોવાનો આક્ષેપ છે, જેની સામે સુપ્રીમકોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ થઈ હતી. જા કે, સુપ્રીમકોર્ટના હુકમનો અનાદર થતાં ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે તાત્કાલિક પગલાં ભરીને સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી દીધી છે.
હાઈકોર્ટે નીમેલી આ વિશેષ તપાસ સમિતિ રાજકોટની મુલાકાતે આવી રહી છે. રાજકોટમાં આ સમિતિ બે દિવસ સુધી રોકાશે અને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરશે. કમિટી સૌરાષ્ટÙ ક્રિકેટ એસોસિએશન સાથે સંલગ્ન તમામ જિલ્લાના એસોસિયેશન મેમ્બર્સ ને રૂબરૂ મળશે. તમામ જિલ્લાના સભ્યોને પોતાની રજૂઆતો અને મહત્વના સૂચનો આપવા માટે સત્તાવાર રીતે બોલાવવામાં આવ્યા છે. આવતીકાલથી શરૂ થનારી આ પ્રક્રિયામાં તમામ સભ્યોની દલીલો સાંભળવામાં આવશે.
એસોસિએશનના સભ્યોની યાદી જાતાં આ આશ્ચર્યજનક વિગતો સામે આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં કુલ ૪૯૮ મેમ્બર નોંધાયેલા છે, જેમાંથી મોટા ભાગના સભ્યો માત્ર એક જ પરિવાર સાથે સીધો સંબંધ ધરાવે છે. આ રમત સંસ્થામાં લાંબા સમયથી એક જ પરિવારની ઈજારાશાહી ચાલતી હોવાના આક્ષેપ મજબૂત બન્યા છે. ભૂતકાળમાં પણ આ ક્રિકેટ એસોસિએશન પોતાના આંતરિક પરિવારવાદ અને સત્તાના દુરુપયોગના લીધે અવારનવાર મોટા વિવાદોમાં આવી ચૂક્્યું છે.
હાઈકોર્ટની આ આકરી કાર્યવાહીના કારણે સૌરાષ્ટ્રના ક્રિકેટ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વર્ષોથી સત્તા પર પકડ જમાવીને બેઠેલા હોદ્દેદારોમાં ફફડાટ વ્યાપ્યો છે. નિવૃત્ત જજની તપાસમાં કયા નવા ખુલાસા થાય છે તેના પર હવે સૌની નજર મંડાયેલી છે.














































