ગૃહમંત્રી અમિત શાહ ખુલ્લેઆમ જૂઠ બોલી રહ્યા છે, તેમણે રાજ્યની જનતાની માફી માંગવી જાઈએ તેવું પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું છે તેમણે કહ્યું, “તેઓ ખોટા આંકડા અને ખોટા નિવેદનો આપી રહ્યા છે. અમે નક્સલમુક્ત છત્તીસગઢ માટે ઘણું કામ કર્યું છે. અમારા કાર્યકાળ દરમિયાન કોંડાગાંવને નક્સલમુક્ત બનાવવામાં આવ્યું હતું. અમે આદિવાસીઓને ભાડાપટ્ટો આપ્યો. અમારા કાર્યકાળ દરમિયાન ચોખા સહિત ઘણી કલ્યાણકારી યોજનાઓ અવિરત ચાલુ રહી.”
તેમણે પૂછ્યું, “અત્યાર સુધી કેટલી નક્સલમુક્ત ગ્રામ પંચાયતોને એક કરોડ રૂપિયા મળ્યા છે? જે દિવસે સુરક્ષા દળો છાવણીઓ હટાવશે, ત્યારે અમે માનશું કે છત્તીસગઢ નક્સલમુક્ત છે જ્યારે નેતાઓ અને અધિકારીઓની સુરક્ષા હટાવવામાં આવશે.” ગાય અને ભેંસ વહેંચવાનું ભાજપનું વચન ભૂતકાળમાં નિષ્ફળ ગયું છે અને કદાચ ફરીથી પણ નિષ્ફળ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના “લોકો દિલ્હીથી આવશે અને બસ્તરના લોકોને ગેરમાર્ગે દોરશે” તેવા નિવેદનનો વિરોધ કરતા તેમણે કહ્યું કે અદાણી દિલ્હીથી બસ્તર આવશે. મંત્રી અરુણ સાવના આરોપનો વિરોધ કરતા તેમણે કહ્યું કે કોઈ તેમને ગંભીરતાથી લેતું નથી. તેઓ ભ્રષ્ટાચારીઓને રક્ષણ આપે છે.








































