જો તમને બાળકોને ભણાવવાનો શોખ હોય અને સમાજમાં એક આદરણીય સ્થાન મેળવવા માગતા હોવ, તો PTC (Primary Training Certificate) એ તમારા માટે સારો વિકલ્પ છે. ઉચ્ચ શિક્ષણની સાથે સાથે વ્યવસાયિક તાલીમ પણ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બની છે, અનેPTC એ પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં એક મજબૂત પાયો પૂરો પાડે છે.
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ ઘણી મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે અને અહીં સરકારી તેમજ ખાનગી એમ બંને પ્રકારની PTC (જેને હવે D.El.Ed તરીકે ઓળખે છે) કોલેજો મોટી સંખ્યામાં આવેલી છે. જો તમે ૧૨મું ધોરણ પાસ કર્યા પછી લાંબો સમય ભણ્યા વિના માત્ર ૨ વર્ષમાં શિક્ષક બની ઝડપથી નોકરી મેળવવા માગતા હો, કે શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવા માગતા હો, તો PTC તમારા માટે એક શ્રેષ્ઠ અને સરળ વિકલ્પ છે.
PTC એટલે શું, પ્રવેશ પ્રક્રિયા, લાયકાત, ફી માળખું, અભ્યાસક્રમ, સરકારી નોકરીની તક, પગાર અને PTC પછીના ઉચ્ચ અભ્યાસના વિકલ્પ વિશે જાણીએ.
– કોર્સ : PTC (હાલ D.El.Edના નામે ઓળખાય છે)
– સ્તર: ડિપ્લોમા
– ઉદ્દેશ: પ્રાથમિક શાળાના શિક્ષક બનવાની તાલીમ
– લાયકાત: ધો.૧૨ પાસ (કોઈપણ પ્રવાહ)
-PTC Course શું છે?
PTC એટલે પ્રાઈમરી ટ્રેનિંગ સર્ટિફિકેટ એક એવો વ્યવસાયિક કોર્સ છે. જે ખાસ કરી એવા વિદ્યાર્થીઓ માટે બનાવ્યો છે. જેઓ નાનાં બાળકોને ભણાવવા માગે છે અને શિક્ષણ ક્ષેત્રે કેરિયર બનાવવા માગે છે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને નાના બાળકોના મનોવિજ્ઞાન, ભણાવવાની પધ્ધતિ અને શાળા સંચાલન વિશે વિગતવાર ભણાવાય છે.
આજે જ્યારે શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે, ત્યારે PTC શિક્ષકોની માગ ખૂબ વધી છે. આ કોર્સ કર્યા પછી તમે ધો.૧થી ૫માં સરકારી કે ખાનગી શાળામાં વિદ્યાસહાયક કે પ્રાથમિક શિક્ષકની નોકરી કરી શકો છો.
-PTCનો અર્થ
PTCનું આખું નામ પ્રાયમરી ટ્રેનિંગ સર્ટિફિકેટ છે. ગુજરાતીમાં આનો અર્થ ‘પ્રાથમિક શિક્ષણ તાલીમ પ્રમાણપત્ર’ થાય છે. જોકે, હાલ રાષ્ટ્રીય સ્તરે આ કોર્સનું નામ બદલીને ડ્ઢ.ઈઙ્મ.ઈઙ્ઘ (ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન) કરાયું છે.
-PTC કોર્સનો સમયગાળો: આ કોર્સનો સમયગાળો ૨ વર્ષનો છે. આ ૨ વર્ષ દરમિયાન વિદ્યાર્થીને ક્લાસરૂમમાં ભણાવવાની સાથે અલગ-અલગ શાળામાં જઈ ઈન્ટર્નશિપ એટલે કે પ્રત્યક્ષ અનુભવ લેવાનો હોય છે.
આ કોર્સમાં સેમેસ્ટર સિસ્ટમ કે વાર્ષિક પરીક્ષા પધ્ધતિ હોય છે. દરેક વર્ષમાં થીયરીની સાથે પ્રેક્ટિકલ પરીક્ષા, લેસન પ્લાનિંગ અને
સાંસ્કૃતિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે, જેથી તમે સંપૂર્ણ શિક્ષક બની શકો.
– પ્રવેશ પ્રક્રિયા: જો તમે ધો. ૧૨ (HSC)પાસ કરેલું હોય તો PTCમાં એડમિશન લઈ શકો. તમે વિજ્ઞાન, વાણિજ્ય કે આર્ટસના કોઈપણ પ્રવાહમાં ધો.૧૨ પાસ કર્યું હોય તો તમે આ કોર્સ કરી શકો છો. ગુજરાતમાં PTCમાં એડમિશન પ્રક્રિયા મેરિટ આધારે થાય છે. જ્યારે ધો.૧૨નું રિઝલ્ટ આવે, ત્યારે ઓનલાઈન એડમિશન ફોર્મ બહાર પડે છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા ડોક્યુમેન્ટ્‌સ અપલોડ કરવાના હોય છે.
ધો.૧૨ની ટકાવારીના આધારે તૈયાર કરેલા લિસ્ટ મુજબ નજીકની કોલેજમાં એડમિશન મળે છે. કેટલીક ખાનગી કોલેજો પણ એડમિશન આપે છે, પરંતુ સરકારી સીટ માટે મેરિટમાં આવવું જરૂરી છે.
– એડમિશન લેવા માટે આ પ્રક્રિયા કરવી પડે છે: (૧) ઓનલાઈન રજીસ્ટ્રેશન (૨) ડોક્યુમેન્ટ વેરિફિકેશન (૩) મેરિટ લિસ્ટ જાહેર (૪) કોલેજની પસંદગી (૫) ફી ભરી એડમિશન કન્ફર્મ કરવું
ગુજરાતના દરેક જિલ્લામાં એક સરકારી તાલીમ ભવન હોય છે, જે DIET તરીકે ઓળખાય છે. અહીં મુખ્ય શહેરોની DIET કોલેજોની માહિતી છેઃ
(૧) અમદાવાદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાયખડ, અમદાવાદ (૨) રાજકોટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર રોડ, રાજકોટ (૩) સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અડાજણ, સુરત (૪) વડોદરા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ટીચર્સ ટ્રેનિંગ કોલેજ કેમ્પસ, વડોદરા (૫) ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વિદ્યાનગર, ભાવનગર
-PTC એડમિશન માટે જરૂરી દસ્તાવેજ
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અને વેરિફિકેશન વખતે આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરવા પડે છે (ક્રમશઃ) sanjogpurti@gmail.com