બાબરાના નીલવડા ગામની સગીરાનું બદકામના ઈરાદે જસદણના ખારચીયા ગામનો યુવક અપહરણ કરીને લઈ ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ રાજકોટના જસદણ તાલુકાના ખારચીયા ગામના સાગરભાઈ ભરતભાઈ જાદવ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરીને આરોપી લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર. પરમાર વધુ તપાસ કરી રહ્યો છે.





































