ગીર સોમનાથ પોલીસે ઉનાના પારેખ ચોક વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્‌યો છે. પોલીસે રૂ.૧,૨૪,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને દેલવાડાના એક શખ્સની ધરપકડ કરી છે, આ ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને પારેખ ચોક વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પી.આઈ. મોરી અને પોલીસ સ્ટાફના શાંતિલાલ સોલંકી, અનિલ જાદવ સહિતની ટીમે શંકાસ્પદ ટુ-વ્હીલરને રોકાવી તલાશી લીધી હતી.તલાશી દરમિયાન દેલવાડાના દિવ્યેશભાઈ દિનેશભાઈ જેઠવાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે તેના અન્ય સાગરીત જતીન રમેશભાઈ દમણિયાનું નામ આપ્યું હતું, જે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.