ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ લીલીયા જિલ્લા પંચાયતના સદસ્ય જીગ્નેશ સાવજ દ્વારા વિવિધ સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજીને પડતર પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે તાકીદ કરી હતી. સદસ્યએ વહીવટી કામગીરીનું નિરીક્ષણ કરી ગ્રામ્ય વિસ્તારના અરજદારોને પડતી મુશ્કેલીઓ નિવારવા અને પાયાની સુવિધાઓના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ તકે તાલુકા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.