કોડીનાર વિધાનસભા વિસ્તારના વેલણ, માઢવાડ અને કોટડા ગામના લોકોની છેલ્લા દાયકાની રજૂઆતોનો આખરે સુખદ અંત આવ્યો છે. કેબિનેટ શિક્ષણ મંત્રી ડા. પ્રદ્યુમન વાજા અને પૂર્વ સાંસદ દીનુ સોલંકીના વિશેષ પ્રયાસોથી કોટડા-ઓખા બસ સેવા માટે બે નવી બસો ફાળવવામાં આવી છે. આ બસોને તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ અને ડા. સંજયભાઈ પરમાર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.ત્રણેય ગામોમાં બસનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામ અગ્રણીઓએ મંત્રી તથા પૂર્વ સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ સરપંચો, સામાજિક આગેવાનો અને તાલુકા પંચાયત સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








































