રાજ્યમાં ઉનાળાના આકરા તાપમાં લોકો સેકાઇ રહ્યા છે. ગરમીને લઇ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. આજે કચ્છ અને સુરેંદ્રનગરમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનો પારો ૪૧થી ૪૫ ડિગ્રીની આસપાસ રહેશે.
રાજ્યમાં કાળઝાળ ગરમીમા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. લોકોને તાવ, લૂ લાગવાના કેસો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આજે પણ લોકોને ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, રાજકોટ, વડોદરા, અમરેલીમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇ ઉત્તર ગુજરાતમાં વધુ ગરમીની જાવા મળી રહી છે. મહતમ તાપમાન ૪૦ થી ૪૪ ડીગ્રી પહોચી ગયુ છે.
ઉનાળામાં દરરોજ ઓછામાં ઓછું ૩ થી ૪ લીટર પાણી પીવો. હીટ સ્ટ્રોકથી બચવા માટે આલ્કોહોલ અને આથોવાળા એસિડિક ખોરાક લેવાનું ટાળો. આહારમાં નારિયેળ પાણી, લીંબુનો રસ, તરબૂચ જેવા ફળોનો સમાવેશ કરો. બપોરે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો.










































