જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે આવેલ ખારીયાધામ ખોડીયાર માતાજીના મંદિર ખાતે ‘વિશ્વકર્મા મહાપુરાણ કથા’નો ભવ્ય પ્રારંભ થયો છે. કથાના પ્રથમ દિવસે રામજી મંદિરથી ગામના મુખ્ય બજારમાં ભક્તિભાવ સાથે પોથીયાત્રા કાઢવામાં આવી હતી. શાસ્ત્રી જયંતીલાલ શાસ્ત્રી વક્તા તરીકે શ્રોતાઓને કથામૃતનું પાન કરાવી રહ્યા છે. દીવ, દેલવાડા, ઉના, જાફરાબાદ અને રાજુલા પંથકના વિશ્વકર્મા વંશજો દ્વારા આયોજિત આ મહોત્સવમાં દરરોજ રાત્રે ભજન કાર્યક્રમો તેમજ ભાવિકો માટે રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.









































