બિગ બોસ ઓટીટી ૨ ના વિજેતા એલ્વિશ યાદવ ઘણીવાર કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. ક્યારેક તેના શો, મ્યુઝિક વીડિયો અને ક્યારેક વિવાદો માટે. હવે, એલ્વિશ યાદવ ફરી એકવાર ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કારણે સમાચારમાં છે. હા, એલ્વિશ યાદવને જાનથી મારી નાખવાની ધમકી અને ૧૦ કરોડ રૂપિયાની ખંડણીની માંગણી મળી છે. એલ્વિશ અને તેના પિતાને એક વિદેશી નંબર પરથી એક મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં ૧૦ કરોડ રૂપિયા ખંડણીની માંગણી કરવામાં આવી હતી.
એલ્વિશ યાદવ પાસેથી બે દિવસમાં ૧૦ કરોડ રૂપિયા ચૂકવવાની માંગણી કરવામાં આવી હતી અને જા તે આમ નહીં કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મેસેજ મળ્યા પછી, તેણે હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર ૫૬ પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. માહિતી મળતાં, પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, એલ્વિશને એક વિદેશી નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. તે કોલનો જવાબ આપી શક્યો ન હતો, અને પછી ૧૦ કરોડ રૂપિયા ખંડણીની માંગણી કરતો વોટ્સએપ મેસેજ મળ્યો હતો.
એલ્વિશ યાદવની ફરિયાદ મુજબ, મોકલનાર વ્યક્તિએ પોતાને રણદીપ મલિક તરીકે ઓળખાવ્યો હતો, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો સહયોગી હતો અને ૧૦ કરોડ રૂપિયા (આશરે ૧૦ કરોડ ડોલર)ની માંગણી કરી હતી. એલ્વિશ યાદવ અને તેના પિતાને આ મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જા તેઓ બે દિવસમાં પૈસા નહીં ચૂકવે તો તેમને ગોળી મારી દેવામાં આવશે. પોલીસને આપેલી ફરિયાદમાં એલ્વિશ યાદવે જણાવ્યું હતું કે તેમને ફક્ત આ મેસેજ જ નહીં પરંતુ તેમના પિતાના મોબાઇલ ફોન પર પણ મળ્યો હતો.
નોંધનીય છે કે ઓગસ્ટ ૨૦૨૫ માં એલ્વિશ યાદવના ઘરે ગોળીબારનો કેસ પણ નોંધાયો હતો. બદમાશો ત્રણ મોટરસાઇકલ પર આવ્યા હતા અને લગભગ બે ડઝન રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેના પગલે સેક્ટર ૫૬ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, અને વિદેશમાં Âસ્થત ભાઉ ગેંગે હુમલાની જવાબદારી સ્વીકારી હતી.










































