અમરેલી જિલ્લાના રાજુલામાં ભેંરાઈ રોડ પર સ્થિત સ્વામિનારાયણ મંદિર પાસે નવનિર્મિત ‘શ્રી કષ્ટભંજન દેવ મંદિર’ ખાતે આગામી તારીખ ૨૭-૦૪-૨૦૨૬ થી ૨૯-૦૪-૨૦૨૬ દરમિયાન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ મંગલમય અવસરે પૂજ્ય કોઠારી હરિનંદનસ્વામી (સર્વોપરી) ખાસ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવશે. આ મહોત્સવના વિવિધ ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત મંગળવારે બપોરે ૪ઃ૦૦ કલાકે ભવ્ય નગરયાત્રા નીકળશે અને રાત્રે ૯ઃ૦૦ કલાકે સંત શ્રી કરુણાનિધાનદાસજી બાપુની નિશ્રામાં સુંદરકાંડના પાઠ યોજાશે. બુધવારે બપોરે ૧ઃ૩૫ કલાકે શાસ્ત્રી બળવંતભાઈ ઉપાધ્યાયના આચાર્યપદે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે, ત્યારબાદ ૪ઃ૦૦ કલાકે ધર્મસભા અને મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે સમગ્ર પંથકના ભાવિકોને ઉમટી પડવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








































