સાવરકુંડલા શહેરમાં લોકસંપર્કને વધુ મજબૂત બનાવવાના ઉમદા હેતુસર ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તથા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ એક વ્યાપક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન બંને લોકપ્રિય આગેવાનોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને નાગરિકો સાથે સીધો અને આત્મીય સંપર્ક સાધ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓ, યુવાનો અને વડીલોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી










































