ગીર સોમનાથ એસઓજી શાખાએ એક મોટી સફળતા મેળવીને ઉના તાલુકાના નાથળ ગામની સીમમાંથી ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા અને તેમની ટીમે વિનુ ભીખાભાઈ બાંભણીયા નામના ખેડૂતના ખેતરમાં ઓચિંતો દરોડો પાડ્‌યો હતો. આ દરોડા દરમિયાન બાજરી અને મકાઈના પાકની વચ્ચે છુપાવીને વાવેલા ગાંજાના આશરે ૪૦ જેટલા લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે આ સ્થળ પરથી આશરે પાંચ કિલોથી વધુ વજનનો ગાંજો જપ્ત કર્યો છે, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૨,૭૯,૫૦૦ જેટલી આંકવામાં આવી છે.