જમીનના ગુણધર્મો અને ખાતર વિકાસ વચ્ચેનો સંબંધ “OC (Organic Carbon)” જમીનમાં કાર્બનિક પદાર્થ ઓછા થતાં સૂક્ષ્મજીવ ઘટે છે. સૂક્ષ્મજીવ ન હોય તો જમીનમાં પોષકતત્વનું ચક્રણ (nutrient cycling) અટકી જાય છે. એ માટે રસાયણિક ખાતરો પર નિર્ભરતા વધી, અને પછીથી ખાસ સૂક્ષ્મજીવ આધારિત બાયો-ફર્ટિલાઇઝર (PSB Rhizobium, Azotobactor) આવ્યા.
“C;N” જમીનમાં કાર્બન વધારે અને નાઈટ્રોજન ઓછું હોય તો સૂક્ષ્મજીવ ઉપલબ્ધ (N) નાઈટ્રોજન ખાઈ જાય પાકને ઉણપ પડે. એ માટે અલગ-અલગ દ્ગ આધારિત ખાતરો (યુરીયા,એમોનિયમ સલ્ફેટ,CAN/કેલ્શિયમ નાઇટ્રેટ) વિકસાવાયા.
‘‘સૂક્ષ્મજીવ અસંતુલન’’ લાંબા સમય સુધી રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓ વપરાતાં જમીનના ફાયદાકારક સૂક્ષ્મજીવ (PSB,VAM, Rhizobium,besilus,વગેરે) ઘટી ગયા. એ કારણે જમીનમાં પોષકતત્વો ઉપલબ્ધતા ઘટી. એ માટે દ્રાવ્ય સ્વરૂપના NPK + માઇક્રો પેકેજ બનાવવામાં આવ્યા.
‘‘જમીનનો લેવલ બગડ્‌યો એટલે Water Soluble Fertilizer (WSF) આવ્યા’’ જમીનમાં પોષકતત્વનો બેલેન્સ બગડ્‌યો હોવાથી સીધા જ છોડને પાન મારફતે કે ડ્રિપ સિંચાઈ મારફતે આપવા માટે WSF તૈયાર થયા. ઉદાહરણઃ ૧૯ઃ૧૯ઃ૧૯, ૧૩ઃ૦૦ઃ૪૫, ૦ઃ૫૨ઃ૩૪,૧૨ઃ૬૧ઃ૦૦ વગેરે.. સીધા પાન/મૂળ સુધી પહોંચે છે, ‘‘જમીનના પ્રોબ્લેમ (pH, EC, CEC, OC) ને બાયપાસ કરે છે’’.
‘‘સારાંશ’’ રાસાયણિક ખાતરોના જુદા જુદા પ્રકારો આવ્યા તેના માત્ર બે મોટા કારણો છેઃ
૧. પાક,જમીન મુજબ ખેતી પદ્ધતિની જુદી જરૂરિયાત.
૨. પરંતુ વધુ મોટું કારણ એ છે કે જમીનનું સ્વાસ્થ્ય (pH, CEC, EC, OC, C:N રેશિયો, સૂક્ષ્મજીવ સંતુલન) ખરાબ થતું ગયું એના લીધે પાણીનો pH,TDS અને EC બરોબર રહ્યો નહી.
તેના કારણે આજે આપણે “Water Soluble Fertilizer” “Special Grade Fromulations” વાપરવા મજબૂર થયા છીએ,કેમ કે જમીનમાંથી પોષકતત્વ પ્રાકૃતિક રીતે ઉપલબ્ધ થતું નથી.
આપણા શેઢા પાળે અથવા સીમમાં અને જંગલમાં આ બધી એક્ટીવીટી કુદરતી થાય છે કેમ કે ત્યાં કોઈ ખાતર,પાણી,દવા વગેરે કોઈ માવજત નથી છતાં પણ ત્યાં કોઈ રોગ,ઉણપ નથી. એવું જ ખેતરમાં કુદરતી થાય માટે સાચી દિશા અને ટેકનીકનો ઉપયોગ કરવો આજની જરૂરીયાત છે. આ માટે તમે નીચેના ૪ કામો કરવાનું ચાલુ કરો…એટલે જમીનનો PH EC OC CEC CN રેશિયો અને સૂક્ષ્મ જીવાણુઓની એકિટવિટી અને પાણીનો PH EC TDS તેમજ છોડનો બ્રિક્સ સુધરવા લાગશે જેના લીધે રોગો કે કીટકો આવતા બંધ થઈ જશે ખર્ચ ઓછો થતો જશે..પાક ઉત્પાદન વધશે…ચિંતામુક્ત ખેતી થવા લાગશે
(૧) આ રાસાયણિક ખાતરો બધા વાપરવાના જ છે પણ સીધા ખેતરમાં એટલે કે જમીનમાં આપ્યા પહેલા ડીકમ્પોઝ બહાર કરીને પછી આપવા જરૂરી છે.
(૨) સી.એન.રેશિયો ના માપ મુજબ સેન્દ્રીય ખાતરોનો જમીનમાં ઉપયોગ કરવો.
(૩) ફુગ અને બેકટેરિયાનો ઉપયોગ રેશિયો મુજબ જોઈએ.
(૪) છોડ ઉપર અને જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનો દર પંદરથી વીસ દિવસમાં એકવાર એડવાન્સમા ઉપયોગ જેથી કોઈ ફૂગ,કીટક,વાયરસ અને બેક્ટેરિયલ પ્રોબ્લેમ આવે નહી.
જમીનના પૃથ્થકરણના ફાયદા ઃ
૧) જમીનની ફળદ્રુપતાની કથા જેવી કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વોનું પ્રમાણ પાણી શકાય છે.
૨) જમીનમાં રહેલ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ જાણી તે પ્રમાણે પાક અને તેની જાતની પસંદગી કરી શકાય છે.
૩) જમીનનો અમ્લતા આંક (પી.એચ.) જાણી શકાય છે.
૪) જમીનની ભૌતિક સ્થિતિ જાણી તેને સુધારણાનાં ઉપાય કરી શકાય છે.
૫) જમીન પૃથ્થકરણના આધારે પાક આયોજન કરી શકાય છે.
૬) ખાતરોનું સમતોલ પણું જાળવી શકાય છે.
૭) જમીનની ભાસ્મિકતાનું પ્રમાણ અને તેને સુધારવા માટે જીપ્સમનું પ્રમાણ જાણી શકાય છે.
૮) જમીનનાજુદા-જુદા લભ્ય પોષક્તત્વોની માત્રા જાણી શકાય છે.
૯) જમીનમાં સેન્દ્રિય કાર્બનનું મહત્વ જાણી શકાય છે.
૧૦) પાકને ખાતરોની જરૂરીયાત નકકી કરી કેટલા પ્રમાણમાં આપવા તે જાણી શકાય છે.
૧૧) જમીનનું બંધારણ, નિતારશક્તિ, ભેજ સંગ્રહશક્તિ જેવા જમીનના ભૌતિક ગુણધર્મો જાણી શકાય છે.
૧૨) ઓછા ઉત્પાદનનું કારણ જાણી શકાય છે.
૧૩) જમીનનાં પૃથ્થકરણનાં અવલોકન માત્રાથી જમીનની ઉત્પાદક્તાનો ખ્યાલ આવે છે.
૧૪) ખાતરની ભલામણ ઉપરાંત ખાતરની પસંદગી, ખાતર આપવાનો સમય અને રીત નકકી થઈ શકે છે.
જમીનનો પ્રતિનિધિત્વ ધરાવતો નમુનો લેતી વખતે ખેડૂતે ક્યાં ક્યાં મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ ઃ
• જે જગ્યાએથી માટીનો નમુનો લેવાનો હોય તે જગ્યાની સપાટી ઉપરથી ઘાંસ, કચરો દૂર કરવા પરંતુ ઉપરની માટી ક્યારેય ખસેડવી નહીં.
• ખેતરની બીન પ્રતિનિધિત્વ ધરાવતી જગ્યાઓ જેવી કે ખાતરના ઢગલાની નજીકથી, મકાન, રસ્તા, વાડ, પાળા, ઝાડની નીચેથી કે ધોરીયા નજીકથી માટીનો નમુનો લેવો નહી.
• જમીનના પાકના મૂળની ઉંડાઈ પ્રમાણમાં તેટલી ઉડાઈના નમૂના લેવા, સામાન્ય રીતે ૦-૯ ઈંચની ઉંડાઇ સુધીના નમુના લેવા. ઉંડા મૂળવાળા પાક જેવા કે
આભાર – નિહારીકા રવિયા કપાસ, શેરડી વિગેરે માટે ૦-૨૪ ઇંચ સુધીના નમુના લેવા.
• માટીને સૂર્યના તાપમાં સુકવવી નહી પરંતુ છાયામાં સૂકવવીને પ્રથમ પ્લાસ્ટીકની કોથળીમાં નમુનો ભરીને પછી કાપડની કોથળીમાં મુક્યો.
• ચોમાસા દરમ્યાન નમુનો લેવી નહીં.
• સુક્ષ્મ તત્વોના પૃથ્થકરણ માટે ધાતુના કાટવાળા ઓજારોથી નમુનો લેવા નહીં. પરંતુ લાકડાના ઓજારોનો ઉપયોગ કરવો.
જમીનનું પ્રતિનિધિત્વ ધરાવતો નમુનો લેવાની રીતઃ રાસાયણિક પૃથ્થકરણ માટે ખેતરમાંથી જમીનનો યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો નમુનો લેવાનો મુદ્દો રાસાયણિક પૃથ્થકરણ જેટલો જ મહત્વનો છે કારણ કે જમીન સંબંધી જે કંઈ સલાહ સુચનો આપવામાં આવે છે તે જમીનના નમુનાના પૃથ્થકરણને આધારે અપાય છે. આ નમુનો જે તે ખેતરનું સાચુ પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. સામાન્ય રીતે એક હેકટર જમીનની ૧૫ સે.મી. ઉંડાઈ સુધીની માટીનું વજન ૨૨.૪૦ લાખ કિલો પ્રમાણે ગણતરીમાં લેવાય છે. તેમાંથી ફક્ત ૫૦૦ ગ્રામ જેટલી માટીનો નમુનો રાસાયણિક
પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલવાનો થાય છે અને તેમાંથી પણ જે તે તત્વનું પ્રમાણ નક્કી કરવા માટે ૧ ગ્રામથી લઈને ૨૦ ગ્રામ સુધીની માટીની જરૂરીયાત રહેતી હોય તેથી જમીનનો નમુનો કાળજી પૂર્વક લેવો ખૂબ જ જરૂરી છે કે જેથી તેના પૃથ્થકરણની વિગતો સાચી મળી શકે.
૧.. જો ખેતર મોટા હોય તો પાક પદ્ધતિ, જમીનનો ઢાળ, જમીનનો રંગ, પ્રત વગેરે મુદ્દા ધ્યાનમાં લઈને મોટા ખેતરોને નાના-નાના ખેતરમાં વહેંચી નાખવા જોઈએ અને ત્યારબાદ દરેક પેટા ૧૦ થી ૧૨ જગ્યાએથી સર્પાકાર પધ્ધતિ થી નમુનો લઈ એક મિશ્ર નમૂનો તૈયાર કરવો.
૨. જમીનનો નમુનો લેવા માટે ઉપરની જમીન (પાસ) દૂર કર્યા સિવાય ઉપરથી ઘાસ, કાંકરા કે કચરો દૂર કરી અને કોદાળી કે ખૂરપી વડે અંગ્રેજીના “V” આકારનો ખાડો કરવો જાડાઈનું માટીનું દળ ઉપરથી છેક નીચે સુધી ખાડામાં નીચે પાડી તે માટી તગારામાં એકઠી કરવી. આવી જ રીતે ૮ થી ૧૦ સ્થળેથી માટીના નમુના લઇ , બધી માટીને ભેગી કરી સારી રીતે મિશ્રણ કરવું.
૩. જો માટી ભીની હોય તો ઝાડના છાયા નીચે સુકવીને ત્યારબાદ કાપડની પછેડી ઉપર બરાબર પાથરી તેના આંગળીથી ચોકડી મારી ચાર સરખા ભાગ પાડવા (આકૃતિ-૪).
૪. તેમાંથી સામ સામેના બે ભાગની માટી દૂર કરી વધેલા સામ-સામેના બે ભાગની માટી એકત્ર કરવી ૫૦૦ ગ્રામ માટી રહે તે મુજબ
૫. આ રીતે તૈયાર કરેલ મિશ્ર જમીનનો નમુનો પ્રથમ પ્લાસ્ટીકની બેગમાં અને ત્યારબાદ તે કાપડની થેલીમાં મુકી પૃથ્થકરણ માટે તૈયાર કરવો. જો ખેતર મોટા હોય તો દરેક ખંડ માટે આવી રીતે અલગ-અલગ નમુના તૈયાર હોય તો વધુ નમુના લેવા
૬. જમીનની સ્થિતિ અને પ્રકાર મુજબનો નમુનો લેવાના યોગ્ય સાધન (ઓગર) ની પસંદગી કરવી જોઈએ. સામાન્ય રીતે કોશ, કોદાળી, ત્રિકમ, પાવડો અને તગારા જેવા સાધનો ઉપયોગમાં લઈ શકાય છે.
૭. જમીનનો નમુનો લેવા માટે ઉપરની જમીન (પાસ) દૂર કર્યા સિવાય છીછરા મૂળ વાળા પાકોમાં ૬ ઇંચ સુધી, ઊંડા મૂળ વાળા પાકમાં ૯ ઇંચ તેમજ બાગાયતી પાક માટે ૧.૫ ફૂટ સુધી માટી લેવાની છે .
તલઃ • પાનનો સુકારો માટે રોગની શરુઆતમાં પાન ઉપર આછા ભુખરા પાણીપોચાં ચાઠા જોવા મળે છે. રોગનું પ્રમાણ વધતા પાન સુકાવા લાગે છે અને ખરવા માંડે છે. તલની શીંગો ચીમળાઈ જાય છે. દાણા બેસતા નથી. આ રોગની અસર ખાસ કરીને પાકની કુમળી અવસ્થાએ વધુ જોવા મળે છે.
• નિયંત્રણ રોગની શરુઆત જણાય કે તુરંત જ ૩૦ ગ્રામ તાંબાયુકત ફુગનાશક દવા ૧૦ લી. પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો ત્યારબાદ ૧પ દિવસ પછી બીજો છંટકાવ કરવો.
સજીવ ખેતી ઃ લાંબા સમયથી ખેતી કરતા ખેડૂતોનો અનુભવ જણાવે છે કે સજીવ પદ્ધતિને સંપૂર્ણ અનુસરી ખેતી કરવાથી ઉત્પાદન ઘટતું નથી ઉલટાનું વધે છે. આ ઘટના આજની આ પરંપરાગત ખેતીમાં ઉત્પાદન વૈશ્વિક લેવલે ઘટી રહ્યાની સામે સજીવપધ્ધતિના અમલના લીધે ઉત્પાદન સ્થિર રહે છે. કારણ કે ઉતરોતર જમીનમાં હ્યુંમસનું પ્રમાણ વધવાને લીધે જમીનની ફળદ્રુપતા અને જમીનની ભૌતિક અને રાસાયણિક સ્થિતિ અનુકુળ બને છે.
મગ ઃ • શીંગ કોરીખાનાર લીલી
અથવા ગુલાબી ઈયળ નિયંત્રણ માટે કવીનાલફોસ ર૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
અડદ ઃ
• મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળી પાકોમાં સફેદમાખીનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ ટકા અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
શાકભાજીઃ
• ડુંગળીની સંગ્રહશક્તિ વધારવા માટે પાન પીળા પડી જાય અને ઉપરની ટોંચનો ભાગ ઢળવા માંડે ત્યારે હાથથી છોડને ખેંચી લેવો. જરૂર પડે તો કોદાળી અથવા પાવડાનો ઉપયોગ કરી ઈજા ન થાય તે રીતે કાઢવા.
• ભીડામાં ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ નાં નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૯ મિ.લિ./કિ.ગ્રા. પ્રામાણે
પાણીમાં ભેળવી વાવણીના ૧૨ કલાક પહેલા બીજ
આભાર – નિહારીકા રવિયા માવજત આપવી.
બાગાયતી પાકોઃ આંબોઃકેરી ખરી પડવાના કારણો વધુ પ્રમાણમાં ફળો બેસવાના કારણે દરેક ફળને પોષણ પુર પડતુ ન હોવાથી.
પ્રતિકુળ વાતાવરણને કારણે રોગ-જીવાતનો ઉપદ્રવ વધે ત્યારે ફળ ખરણ વધારે જોવા મળે છે.
ફળ વિકાસના બધાજ તબકકાઓ પૈકી નાના ફળના તબકકામાં વધારે પ્રમાણમાં ખરણ જોવા મળે છે.
• પોષકતત્વોની ઉણપને કારણે
• વધુ પડતા પવનના કારણે
• ઓછા પાણી અથવા ભેજનું પ્રમાણ ઘટવાથી
• જમીનમાં ઉડી ખેડના કારણે મૂળ તુટવાથી
• વધુ પડતા નિદામંણને કારણે
• અચોકકસ પરાગનયન ફર્ટીલાઈઝેશનને કારણે.
• મોર અવસ્થાએ વધુ પડતી કીટ નાશક દવાઓ છાંટવાથી.
• વાતાવરણમાં અચાનક ફેરફાર થવાથી જેવા કે તાપમાન, ભેજ અને પવન.
• અંતઃસ્ત્રાવનું પ્રમાણ અનિયમિત થવાથી.
ફળો ખરતા અટકાવવા માટેના જરૂરી ઉપાયો
૧. આંબાવાડીયામાં મધમાખી ઉછેર
ર. પરાગસિચક ઝાડનો સમાવેશ જેમ કે આંબાની એક જ જાતને બદલે એક કરતા વધારે જાત વાવવી.
૩. કાર્બન – નાઈટ્રોજનનું સંતુલન જાળવવું.
૪. અંતસ્ત્રાવનો છંટકાવ
(૧) ફળો વટાણા જેવડા કે તેથી મોટા કદના થાય ત્યારે એન.એ.એ. ર૦ મી.ગ્રા. પ્રતિ લીટર + ર % યુરીયાનું દ્રાવણ એટલે કે ૧૦૦ લીટર પાણીમાં ર ગ્રામ એન.એ.એ.+ ર કિલો યુરીયા ર૦ દિવસના અંતરે ર વખત છાંટવું.
(ર) જીબ્રીલીક એસીડ ૧૦ મી.ગ્રા. પ્રતિ લીટર + ર% યુરીયાનું દ્રાવણ એટલે કે ૧૦૦ લીટર પાણીમાં ૧ ગ્રામ જીબ્રીલીક એસીડ + ર કિલો યુરીયા એપ્રિલના અંતમાં અને મે માસની શરૂઆતમાં છાંટવું.
(૩) ૧૯-૧૯-૧૯(પોલીફીડી ખાતર) અથવા ૧૩-૦-૪પ(પોટેશીયમ નાઈટ્રેટ) ખાતરો નો ૧ થી ર % (૧૦ થી ર૦ ગ્રામ/લીટર પાણી)નો છંટકાવ કરવાથી કેરી ખરતી અટકાવી શકાય છે અને ફળનું કદ વધારી શકાય છે.
(૪) આંબાવાડીયા ફરતે પવન અવરોધક વાડ બનાવવી. જેના માટે શરૂ અથવા આસોપાલવનું વાવેતર કરી શકાય
લીંબુઃ • પાનકોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૧૦મિ.લિ.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• જમીનની સ્વાસ્થ્ય ચકાસણી આધારિત જરૂરી માત્રામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની તંદુરસ્તી જળવાય છે. મોંઘા રાસાયણિક ખાતર તથા તેઉપરની સરકારી સબસિડીમાં બચત થાય છે.
ચીકુઃ ચીકુમાં ફુલ બેસવાની પ્રક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય છે તથા ૪૦ સે. થી વધુ ગરમ લુ થી ફુલ ખરી પડતા હોવાથી અવરોધક વાડ અને નવી કલમોને વાડોલિયાથી આરક્ષણ આપવું.
કેળ ઃ દરિયા કિનારાના સતત પવનથી પાકને સુરક્ષિત રાખવા પવન અવરોધક વાડ કરવી ઉપરાંત કેળનું રોપાણ ઈશાન-નૈઋત્ય દિશામાં કરવું. આ પધ્ધતિથી વાવેતર કરવાથી પવન સોંસરવો નીકળી જશે અને બધા જ છોડને સુર્ય પ્રકાશ પણ એક સરખો મળશે.
જામફળ ઃ ફળમાખીના નિયંત્રણ માટે મીથાઈલ યુજીનોલ ટ્રેપનો ઉપયોગ કરવો.