ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. દિલ્હી પોલીસે નરવણેના આગામી પુસ્તક “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટની” ના સોશિયલ મીડિયા પર કથિત પ્રસાર અંગે એફઆઇઆર નોંધી છે અને તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે પ્રકાશક, પેગ્વિન  રેન્ડમ હાઉસ ઇન્ડિયા ને નોટિસ જારી કરી છે. આ નોટિસ અનેક પ્રશ્નો ઉભા કરે છે અને જવાબો માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે એફઆઇઆરમાં ગુનાહિત કાવતરા સંબંધિત કલમો પણ ઉમેરી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે વિવિધ ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ન્યૂઝ ફોરમ પર માહિતી સામે આવી હતી કે પુસ્તકની પ્રી-પ્રિન્ટ કોપી ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહી છે. આ દાવાઓથી વાકેફ થયા પછી, પોલીસે તપાસ શરૂ કરી હતી.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે કેટલીક વેબસાઇટ્‌સ પર “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટની” નામની ટાઇપસેટ પીડીએફ કોપી ઉપલબ્ધ હતી. આ નકલ પેગ્વિન  રેન્ડમ હાઉસ ઇન્ડિયા  પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી હોય તેવું લાગે છે. વધુમાં, પુસ્તકનું અંતિમ કવર કેટલાક ઓનલાઈન માર્કેટિંગ પ્લેટફોર્મ પર એવી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું છે જાણે તે વેચાણ માટે ઉપલબ્ધ હોય.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં એક પુસ્તકના સંભવિત લીક અથવા ગોપનીયતા ઉલ્લંઘનનો સમાવેશ થાય છે જેને હજુ સુધી સત્તાવાર મંજૂરી મળી નથી. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્પેશિયલ સેલમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ હવે તપાસ કરી રહી છે કે પુસ્તકની પ્રી-પ્રિન્ટ નકલ ઓનલાઈન કેવી રીતે પહોંચી, કયા વ્યકિત ઓ અથવા સંગઠનો સંડોવાયેલા હોઈ શકે છે, અને શું કોપીરાઈટ અથવા અન્ય કાનૂની જાગવાઈઓનું ઉલ્લંઘન થયું છે. તપાસ પૂર્ણ થયા પછી આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.