રાજકોટ ગ્રામ્યના ગોંડલ યુનિટના હોમગાર્ડઝ સભ્ય સ્વ. અજયભાઈ ભગુભાઈ સોલંકીનું અવસાન થતા તેમના પરિવારને આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા હોમગાર્ડ વેલ્ફેર ફંડમાંથી રૂપિયા ૧,૫૫,૦૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા. જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ રાજકોટ ગ્રામ્ય કે.બી. કાનાણી દ્વારા વેલ્ફેર ફંડ સહાય અંગેનો આ ચેક મૃતક જવાનના પિતા ભગુભાઈ બચુભાઈ સોલંકીને એનાયત કરવામાં આવ્યો હતો.આ તકે જિલ્લા હોમગાર્ડ કચેરી રાજકોટનો સ્ટાફ એભાભાઈ કારાવદરા, હેડ ક્લાર્ક દીપકભાઈ ચાવડા, સબ ઇન્સ્પેક્ટર કે.જે.ગોહેલ, સિનિયર ક્લાર્ક એમ. પી. જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.







































