સોમનાથ ખાતે ૨૭ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન ૬૯ ઓલ ઇન્ડિયન સ્કૂલ હેન્ડબોલ અંડર-૧૯ ભાઈઓની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના અલગ-અલગ રાજ્યોની શ્રેષ્ઠ શાળાકીય હેન્ડબોલ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગજેરા કેમ્પસ –વિદ્યાસભાના ડ્ઢન્જીજી ખેલાડીઓએ ગુજરાત રાજય તરફથી ટીમમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કટોકટીના મુકાબલા વચ્ચે ગુજરાતની અંડર-૧૯ ભાઈઓ હેન્ડબોલ ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીની સફર સફળ બનાવીને સુવર્ણ પદક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. જેમાં આ સંસ્થાના ૧) સોલંકી વિજય, ૨) વસુ ઉસડ અને ૩) નૈતિક બાંભરોલીયા ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલના ડ્ઢન્જીજી ખેલાડીઓ છે. ગુજરાતની ટીમમાં ગજેરા કેમ્પસના ત્રણ પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી થવી એ સમગ્ર જિલ્લા માટે ગર્વની બાબત બની છે. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ હેન્ડબોલ ખેલાડી ટીમ, કોચ રવિભાઈ નાવડિયા અને ટ્રેનર કમલેશભાઈ ભાલીયા, ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા.










































