અમરેલી જિલ્લામાં સતત બદલાતા હવામાનની સીધી અસર હવે આઠ હજાર હેક્ટર પરના આંબા પર કેસર કેરીના ફ્લાવરિંગ પર જાવા મળી રહી છે. દિવસ અને રાતના તાપમાનમાં આવેલા ભારે તફાવતની સાથે ઝાકળ અને ધુમ્મસના કારણે આંબાના ઝાડ પર આવેલા ફ્લાવરિંગને નુકસાન થઇ રહ્યું છે.
અમરેલી જિલ્લો ખાસ કરીને ધારી, ગીર, ખાંભા, સાવરકુંડલા, રાજુલા અને આસપાસના વિસ્તારો કેસર કેરીના મોટા ઉત્પાદન માટે જાણીતા છે. અહીં મોટા પ્રમાણમાં કેસર કેરી આંબાના બગીચાઓ આવેલાં છે. આ વર્ષે આંબાના ઝાડ પર ફ્લાવરિંગ વહેલું થઈ જતાં ખેડૂતોને સારો પાક મળશે તેવી આશા બંધાઈ હતી. જાકે, અચાનક , વધેલી ઠંડક, ઝાકળ અને ધુમ્મસના કારણે ફ્લાવરિંગને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેસર કેરીના ફ્લાવરિંગમાં ‘ભૂકીછારો’ નામનો રોગ ફેલાયો છે, જે ફ્લાવરિંગને બળી જાય તે રીતે નુકસાન કરે છે અને ફૂલ કાળાં પડી જાય છે. અગાઉ આવેલા કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન આંબાને ગરમીની જરૂરિયાત રહેતી હોય છે. આ અસમાન હવામાનની સીધી અસર હાલ કેરીના ફ્લાવરિંગ પર પડી રહી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધતી જઈ રહી છે.
અમરેલીમાં બદલાતા હવામાનની સીધી અસર જીલ્લાના આઠ હજાર હેકટર પરના આંબા પર કેસર કેરીના ફ્લાવરિંગ પર જાવા મળી રહી છે. હાલ મિશ્ર ઋતુના કારણે આંબા પરનો જે ફાલ છે એ કાળો થઈ રહ્યો છે અને ખરી રહ્યો છે જેથી કેસર કેરીમાં ચાલુ સિઝનમાં ઘટ આવવાની શક્્યતાઓ આંબાના ખેડૂતો તેવી રહ્યા છે. ધુમ્મસ ઝાકળ વાદળછાયા વાતાવરણના કારણે આંબા પર ત્રણથી ચાર પ્રકારના બેક્ટેરિયલ રોગો હાલ ઉત્પન્ન થયા છે જેથી ઉત્પાદન ખૂબ ઓછું થવાની શક્્યતાઓ સેવાઈ રહી છે.
બાગાયત વિભાગના અધિકારીઓ પણ ખેડૂતોને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ફ્લાવરિંગ શરૂ થાય છે અને ફેબ્રુઆરીમાં નાની કેરી બેસતી હોય છે, પરંતુ હાલના ભેજવાળા વાતાવરણમાં રોગચાળો વધ્યો છે.