પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પોલીસે ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગોધરા એસઓજી અને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં વચલા ઓઢા મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં આવેલા આરોપી અહેમદ હુસેન યુસુફ મોહનના મકાન અને સીમલા વિસ્તારમાં આવેલી તેમની દુકાનમાંથી વિવિધ હથિયારો અને સંબંધિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી અહેમદ હુસેન યુસુફ મોહનની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં ડબલ બેરલની ૨ બંદૂક, ૪ જીવતા કારતૂસ, ૧૧ ખાલી કારતૂસ, છરા ભરેલા ૬ ડબ્બા અને બંદૂક મૂકવાના ૭ કવરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોબાઈલ સહિત કુલ રૂપિયા ૧.૩૩ લાખની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે આ હથિયારો તેણે ભિલોડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા હુસેન મીઠા પાસેથી લીધા હતા.
ગોધરા શહેર પોલીસે આરોપી અહેમદ હુસેન યુસુફ મોહન સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. બીજા આરોપી હુસેન મીઠા ફરાર છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હુસેન મીઠા અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને તેની પાસે ગેરકાયદેસર હથિયારોનો વેપાર કરવાનો ઈતિહાસ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહી ગોધરા પોલીસની ગેરકાયદેસર હથિયારોના વેપાર અને સંગ્રહ સામેની ઝુંબેશનો ભાગ ગણી શકાય છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવી કાર્યવાહીઓ ચાલુ રહેશે અને શહેરમાં હથિયારોના ગેરકાયદેસર વેપારને રોકવા માટે ગુપ્ત માહિતીના આધારે સતત દરોડા પાડવામાં આવશે.
સ્થાનિક લોકોમાં આ કાર્યવાહીને લઈને સકારાત્મક પ્રતિસાદ જાવા મળી રહ્યો છે. ઘણા નાગરિકોનું કહેવું છે કે ગેરકાયદેસર હથિયારોની હાજરી શહેરની શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે અને પોલીસે આ દિશામાં વધુ સખત કાર્યવાહી કરવી જાઈએ. હાલ પોલીસ ફરાર આરોપી હુસેન મીઠાની ધરપકડ અને હથિયારોના †ોતની વધુ તપાસમાં જાડાઈ છે.