ક્રિયાત્મક સંશોધનએ એવી પ્રક્રિયા છે, જે નથી થયું તેને સમાજ સમક્ષ મૂકવાની ઘરેડમાં નવોપ્રયોગ અથવા કાર્ય. સામાન્ય રીતે ક્રિયા દ્વારા કાર્ય કરવું.આજે શિક્ષણમાં ગોખણીયુ જ્ઞાનનો દબદબો ચાલે છે.વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાલક્ષી ભણાવીશું તો તેનું ભવિષ્ય માત્ર ડિગ્રી પૂરતું થઈ જશે.તેને સંશોધનનાત્મક અભિગમ થકી કાર્ય કરવાની કુશળતા સ્થાપિત કરવા માટે ક્રિયાત્મક કાર્ય કરાવવું તે અનિવાર્ય અભિગમ છે. વિદ્યાર્થીઓમાં સુષુપ્ત શક્તિઓ સાથે ક્રિયાત્મક જ્ઞાન, આવડત અને બૌદ્ધિકતા રહેલી હોય છે. બાળકોમાં પ્રયોગો અને સર્જનાત્મક શૈલી કેટલી ઉત્તમ હોય છે. જ્યારે ખ્યાલ આવે કે બાળકમાં આટલી બધી ક્ષમતા ધરાવે છે. આવા સમતાશીલ બાળકો દેશનું ભવિષ્ય છે.વિધાર્થીને વિજ્ઞાનમાં રસ હોય, ગણિત, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, રાષ્ટ્રીય ભાષા,વેદોની ભાષા સંસ્કૃતમાં અથવા તો સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં રસ હોય છે.
બાળકોને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવામાં આવે તો તેઓ પોતાની સુસુપ્ત શક્તિઓને કામે લગાડશે.પોતે પ્રયોગ અથવા તો નકશાપૂર્તિ જાતે ભરવાનું કાર્યકર્તા થશે.મોટાભાગે તૈયાર મટીરીયલ મળતું હોવાથી વિદ્યાર્થીઓમાં જેતે ક્ષેત્રમાં તપ કરવાની તક મળતી નથી. જે પણ પ્રશ્ન હોય અથવા પ્રયોગ હોય તેમાં મથી રહે તો તેને મુકામ પ્રાપ્ત થાય છે. શિક્ષણનું મુખ્ય કામ મથામણ કરવાનું છે અને ત્યાંથી મુકામ સુધી પહોંચવાનું છે. આજે તો ટકાવારીના માહોલમાં લાઈન લાગી છે.
ક્રિયાત્મક સંશોધનએ શિક્ષણની ગુણવત્તા વધારવા માટેની એક ફમબધ્ધ પ્રક્રિયા છે અને તેના દ્વારા કોઈપણ સમસ્યાને હલ કરી શકાય છે.વિધાથીઓની સમસ્યા જાણી શકાય છે અને તેને દૂર કરવાના કારણો શોધી શકાય છે. શિક્ષણ એટલે માત્ર પાઠયપુસ્તકનું જ્ઞાન જ નહીં પરંતુ વ્યવહારું જ્ઞાન પણ જરૂરી છે.
બાળકોમાં જે આવડત છે તેને અવસરમાં રૂપાંતર કરવા માટે વર્ગ શિક્ષકે તેમજ વિષય શિક્ષકે મથામણ કરવી જોઈએ. ચિત્રકલામાં વિદ્યાર્થી પોતાની રીતે ચિત્ર દોરે અને તેમાં સારું ચિત્ર બનાવવા પ્રયાસ કરે ત્યારે તેને પ્રવીણતા પ્રાપ્ત થાય છે. સંશોધન એવી પ્રક્રિયા છે જેમાં તારણ અને એનાલિસિસ પ્રક્રિયા અનિવાર્ય હોય છે. જે તે વિષયમાં તેના વિભાગો અને મુદ્દાઓને સારાંશમાં તૈયાર કરી એનો અભ્યાસ કરવામાં આવે તો મૂળ સુધી પહોંચી શકાય છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ બાબતોને સમાવિષ્ટ કરવામાં આવી છે. સ્કીલ અને કૌશલ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.બાળકોમાં હકારાત્મક અભિગમ થકી કોઈપણ વિષયને રસિક બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોનો સહયોગ લઈ વર્ગકાર્ય કરાવવાનું સદભાગ્ય જે શિક્ષકો મેળવે છે. તેમના બાળકો સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
વિજ્ઞાન અને ટેકનોલોજીઅન્ય વિષયમાં એવા ક્ષેત્રો છે. બાળકોની હાયર ઓર્ડર થીંકીંગ ક્ષમતા નિર્માણ થાય છે. તેમને પ્રયોગો અને તેનું વર્ગીકરણ કરવાની આવડત કેળવાય છે. સામાજિક વિજ્ઞાનમાં બાળકો પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા વિષયવસ્તુને સારી રીતે તૈયાર કરી શકે છે. માત્ર એસાઈમેન્ટ આપી દેવાથી અથવા તો ગોખાઈ દેવાથી પરીક્ષામાં પાસ થઈ જશે પરંતુ જે તે વિષયના મૂળને સારી રીતે સમજી શકશે નહીં. પાયાનું જ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાનમાં રહેલું છે.તેમને જાતે કાર્ય કરતા કરવાનું છે. વિદ્યાર્થીઓમાં આવડત તો હોય જ છે. માત્ર આપણે માર્ગદર્શક બનીને તેમની જ પાસે પ્રેમ અને સ્નેહથી કાર્ય લેવાની કુશળતા કેળવવાની આજના શિક્ષણ જગતમાં અનિવાર્યતા દેખાઈ રહી છે. શિક્ષણનો જે વ્યાપાર થઈ રહ્યો છે તેનો મૂળ કારણ ટકાવારીનુ દૂષણ છે. ગરીબ બાળકોમાં ઘણી બધી વિવિધતા અને વિશિષ્ટતા બંને રહેલી હોય છે.તેમને યોગ્ય પ્લેટફોર્મ આપીને ક્રિયાત્મક પ્રવૃત્તિ તરફ વાળવામાં આવે તો કદાચ અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ અને સારા નાગરિકો નિર્માણ કરવાની ક્ષમતા પડેલી હોય છે. ક્રિયાત્મક પ્રવૃત્તિ શિક્ષક દ્વારા થશે તેનો મને નિજાનંદ છે. બાળકો દેશનું ભવિષ્ય છે. તેના માટે પગાર લઈએ એટલું તો કાર્ય કરીએ.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨











































