મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આજે તેમના વતન બારામતીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગૃહમંત્રી અમિત શાહ,મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક અગ્રણી વ્યકિત ઓ તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. બુધવારે વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું. અજિત પવારના અવસાન બાદ રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.
વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજિત પવારના અંતિમ સંસ્કાર માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. મેદાનની અંદર એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારને યોગ્ય શ્રદ્ધાંજલિ અને સુરક્ષિત રીતે જાવા માટે મેદાનને બેરિકેડ કરવામાં આવ્યું હતું. દૂર દૂરથી લોકો અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે અને અંતિમ સંસ્કાર જાઈ શકે તે માટે વિવિધ સ્થળોએ મોટી સ્ક્રીનો પણ લગાવવામાં આવી હતી.
પાંચ મોટા પંડાલો બનાવવામાં આવ્યા હતા, જ્યાં દેશભરના અગ્રણી નેતાઓ અને અજિત પવારના પરિવારના સભ્યો બેઠા હતા. આ પંડાલોમાં અજિત પવારનો મોટો ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અજિત પવારના અંતિમ સંસ્કાર માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
અજીત પવારને પંડાલ પર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી, ભાજપના રાષ્ટીય અધ્યક્ષ નીતિન નવીન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે, મહારાષ્ટ્ર ના મંત્રી ચંદ્રકાંત પાટિલ, છગન ભુજબળ અને એનસીપી સાંસદ પ્રફુલ્લ પટેલે અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપી. આ બધા નેતાઓએ અજિત પવારને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને શિવસેના યુબીટીના વડા ઉદ્વવ ઠાકરે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે એનસીપી અજીત જુથના ધારાસભ્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી
બપોરે અંતિમ સંસ્કાર શરૂ થયા હતાં . અજિત પવારના પુત્રો, પાર્થ અને જય, એ તેમના પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો. તેમના પત્ની અને રાજ્યસભા સભ્ય, સુનેત્રા પવાર, તેમના ગામ, કાટેવાડીથી રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા તેમના પાર્થિવ શરીરને વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ ખૂબ જ દુઃખી હતા. મેદાનમાં હાજર હજારો લોકોએ “અજીત દાદા અમર રહેં” ના નારા લગાવ્યા, જેનાથી વાતાવરણ ગમગીન થઈ ગયું. મહારાષ્ટ્ર ના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પાર્થિવ શરીરને ત્રિરંગામાં લપેટીને અંતિમ સંસ્કાર માટે વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડમાં લાવવામાં આવ્યું હતું. રસ્તાની બંન્ને બાજુએ લોકોની ભીડ જામી હતી લોકોએ અજિતના પાર્થિવદેહના વાહન પર ફુલો અર્પિણ કર્યા હતાં વાહનની આગળના ભાગમાં મોટરસાયકલ પર અજીતના ટેકેદારો ગ્રાઉન્ડ સુધી પહોચ્યા હતાં ગ્રાઉન્ડ પર શબ આવ્યા બાદ તેમના શરીર પરથી તિરંગો હટાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યારબાદ અજીતના પરિવારના સભ્યો, વિવિધ પક્ષના નેતાઓએ અજીત પવારના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.સમર્થકો બાઇક, ટ્રેક્ટર-ટ્રોલી અને બસોમાં પહોંચ્યા હતા. અંતિમયાત્રામાં એકથી બે કિલોમીટર સુધી લોકોની ભીડ હતી.
બુધવારે સવારે ૮ઃ૪૫ વાગ્યે બારામતી એરપોર્ટ નજીક પવારનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. તેઓ ૬૬ વર્ષના હતા. બારામતી એરપોર્ટ પર ઉતરતી વખતે વિમાન ક્રેશ થયું હતું.
આ અકસ્માતમાં પવારના સુરક્ષા ગાર્ડ, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ સહિત પાંચ લોકોના મોત થયા હતા. પવાર ૫ ફેબ્રુઆરીએ પુણેમાં જિલ્લા પરિષદની ચૂંટણી માટે ચાર રેલીઓને સંબોધવાના હતા. પવારના નિધન બાદ મહારાષ્ટ્ર માં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર ના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે (૨૮ જાન્યુઆરી) વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ દુઃખદ ઘટનાના એક દિવસ પછી, ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યા છે.ડીજીસીએ અને ફોરેન્સિક અધિકારીઓ ક્રેશ સ્થળની તપાસ કરી રહ્યા છે. ટીમે સમગ્ર ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ કરી છે.
અગાઉ, અધિકારીઓએ જણાવ્યું હતું કે જા ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ અને ફ્લાઇટ ડેટા મળી આવે, તો અકસ્માત તરફ દોરી જતી ઘટનાઓનો ક્રમ નક્કી કરવા માટે તેમની તપાસ કરવામાં આવશે. હવે, દિલ્હી સ્થિતિ વીએસઆર એવિએશન કંપનીની માલિકીના લર્નજેટ ૪૫ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે.










































