લાઠી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એમ. સોનીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમને સાર્થક કર્યો છે. આશીષભાઈ મુકેશભાઈ મકવાણાની ગુમ થયેલી રૂ.૧૧,૧૦૦/- રોકડ રકમ ભરેલી થેલી લાઠી હોમગાર્ડના હનુભાઈ બાલાભાઈ ભુવાને એક્સિસ બેંકના એટીએમમાંથી મળી હતી. તેમણે આ થેલી લાઠી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. લાઠી પોલીસ ટીમે હ્યુમન તેમજ ટેક્નિકલ સોર્સના આધારે મૂળ માલિક આશીષભાઈને શોધી કાઢીને તેમની રોકડ રકમ રૂ.૧૧,૧૦૦/- પરત કરી હતી.









































