અમરેલીના જાણીતા ડો. ભરત કાનાબાર પ્રેરિત અનુકંપા ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના ૧૦૦૦ વડીલોને સોમનાથ-દ્વારકાની યાત્રા નિશુલ્ક કરાવવાનો સંકલ્પ કરેલ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં સાત બસો દ્વારા ૩૫૦ વડીલો યાત્રા કરી ચુકયા છે. ગત તા.૨૧ સપ્ટેમ્બરે, સંસ્થા દ્વારા આયોજીત આ યાત્રાની પાંચ બસોને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ હતું. હવે આગામી તા.૧૩–૧૪-૧૫ જાન્યુઆરી એમ ત્રણ દિવસમાં સંસ્થા દ્વારા ૨૫૧ વડીલો માટેની પાંચ બસનું આયોજન કરવામાં આવેલ છે. જેને રાજયસભાના સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જે ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો આ યાત્રામાં જોડાવા ઈચ્છતા હોય તેમણે (૧) મધુભાઈ આજુગીયા, રેડક્રોસ બ્લડ બેન્ક-અમરેલી મો. ૯૬૬૨૫ ૩૨૮૨૮ (૨) વિરેનભાઈ મહેતા મો. ૯૮૭૯૩૪૦૬૪૨ / ૯૫૭૪૦ ૯૫૪૪૪ (૩) નયનભાઈ જોષી (બેદી) મો. ૯૪૨૮૭ ૯૫૧૫૧ (૪) પ્રિતેશભાઈ માનસેતા, લાયબ્રેરી સામે મો. ૯૦૯૯૭ ૦૭૪૨૯ નો સંપર્ક કરવો. આ યાત્રા તા.૧૩ જાન્યુઆરીના મંગળવારે સવારે ૭ઃ૩૦ કલાકે, અમરેલી લોહાણા મહાજન વાડી ખાતેથી રવાના થશે.