વડિયા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી સિંહોના વસવાટમાં વધારો નોંધાઈ રહ્યો છે અને રોજબરોજ મારણની ઘટનાઓ સામે આવી રહી છે. માહિતી મુજબ વડિયા ભૂખલી-સાંથળીથી ખડખડ વચ્ચે નદી કિનારે દેવભૂમિ દ્વારકાના એક માલધારીએ પડાવ કર્યો હતો. સાંજે સિંહ પડાવ નજીક પહોંચ્યો હતો અને રાત્રે એક ઘેટું તથા એક બકરાનો શિકાર કર્યો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગના કર્મચારીઓ સ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. માલધારીએ પશુના મોત બદલ સરકાર તરફથી સહાય આપવા માંગણી કરી છે. વડિયા આસપાસ સતત સિંહોની હિલચાલ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.