રાજુલા તાલુકાના વડ ગામેથી ધારાનો નેસ જતો રસ્તો લાંબા સમયથી બંધ હોવાથી સ્થાનિકો ભારે પરેશાન છે. ઘાતરવડી નદીમાં પુષ્કળ પાણી આવતા, ગામનું અંતિમધામ પણ રસ્તા પર આવેલું હોવા છતાં, ગ્રામજનોને અંતિમક્રિયા માટે રાજુલા જવું પડે છે. આ માર્ગ પર ૯૦થી વધુ ખેડૂતોના ખેતરો પણ આવેલા છે. ગ્રામજનો અને અમરેલી જિલ્લા કિસાન સંઘ પૂર્વ પ્રમુખે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે.